*આવતીકાલે સુરેન્દ્રનગરમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને આપશે ભેટ*
****
*વર્ચ્યુઅલ માધ્યમથી PM-KISAN યોજનાના ૨૪માં હપ્તાનું કરાશે વિતરણ*
*******
*પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ*
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલ તારીખ ૩૦-૧૦-૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને પી.એમ.કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત ખેડૂતોને ૨૪માં હપ્તાની સહાયનું સીધું વિતરણ કરશે.
આ ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુની માતબર સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત કુટુંબોને પણ રૂ.૧૦૫૧ કરોડથી વધુની આર્થિક સહાયનો લાભ મળશે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ૧.૬૦ લાખથી વધુ ખેડૂતોને રૂ.૩૨.૧૦ કરોડથી વધુની આર્થિક સહાયનો લાભ આપવામાં આવશે.
સુરેન્દ્રનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા રિપોર્ટર યોગેશ મકવાણા
