મોડાસા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં લારીઓ અને ફૂટપાથ વાળા વેપારીઓ દ્વારા અડધા રોડ પર આવીને વેપાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ લારીઓ હટાવવામાં આવતી નથી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે.
મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને સત્તાધીશો દ્વારા યોગ્ય અને અસરકારક પગલાં લેવામાં નહીં આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મુખ્ય બજાર વિસ્તારમાં લારીઓ અને ફૂટપાથ વેપારીઓ દ્વારા અડધા રોડ પર વેપાર થવાથી ટ્રાફિકમાં ગંભીર અવરોધ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા સતત રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નાગરિકો અને વેપારીઓમાં અસંતોષ વધ્યો છે.મહત્વનું છે કે આ રસ્તો ચાર રસ્તા થી ગામમાં જવાનો મુખ્ય માર્ગ છે અને આ માર્ગ પર ટ્રાફિક અવરોધ થવાથી સ્થાનિક જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ કારણે લોકોના રોજિંદા જીવનમાં વિઘ્ન થાય છે અને સમયની બગાડ સાથે સાથે સુરક્ષાની પણ ગંભીર ચિંતા ઊભી થાય છે.
જાહેર જનતા દ્વારા સત્તાધીશો પાસે આ બાબતે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવા માટે પ્રબળ માંગણી કરવામાં આવી રહી છે, જેથી માર્ગ પર ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે અને લોકોને સરળ અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળી શકે.
લોકો આશા રાખે છે કે સત્તાધીશો આ મુદ્દાને ગંભીરતાથી લઈ, યોગ્ય અને કડક કાર્યવાહી દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવશે.
સાકીર ટીન્ટોયા
ઇન્ડિયન ન્યુઝ ટીવી