બનાવટી દસ્તાવેજના અલગ-અલગ બે ગુનામાં
મુંબઈ ખાતેથી વઘુ ૪ આરોપી પકડી પાડતી
લાકડીયા પોલીસ
મેપોલીસ મહાનિરિક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તેમજ પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમા૨ સાહેબ નાઓએ બનાવટી દસ્તાવેજના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સારુ આપેલ સુચના અનુસંધાને લાકડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હોય જે મુજબના ગુના કામેના નાસતા ફરતા આરોપીઓને પકડવા મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સદર ગુનાની આગળની તપાસ જે.એમ.જાડેજા પોલીસ ઈન્સ્પેક્ટર લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ અને મુંબઈ ટીમ મોકલી સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડી ગુના કામે અટકાયત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધ૨વામાં આવેલ
પકડાયેલ આરોપીઓ..
(૧) મિતેષભાઈ બીપીનભાઈ સોલંકી ઉ.વ.૪૧
(૨) હંસાબેન વા/ઓફ દામજીભાઈ ખીમજીભાઈ નંદુ ઉ.વ.૫૨
(૩) યશ ઉર્ફે દીપ દામજીભાઈ નંદુ ઉ.વ.૨૯
(4)દામજીભાઈ ખીમજીભાઈ નંદુ ઉ.વ.૫૯ ૨હે. રિપોર્ટ બાય સલીમ કોરેજા