આ કેમ્પમાં કુલ ૪૪૬ લોકો એ આરોગ્યલાભ મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મખદૂમ ગ્રૂપના નિષ્ઠાવાન અને સેવાભાવી કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું.
આ ઉપક્રમે વિશેષરૂપે હાજરી આપતાં મહાનુભારોઃ
જનાબ બાબુભાઈ ટાઢા, હાલ ચેરમેન શ્રી હાજી ઈકબાલભાઈ ઈપ્રોલિયા (સર્વોદય સહકારી બેંક), શ્રી સલીમભાઈ દાદુ (દાદુ જનરલ સ્ટોર), શ્રી ઇદરીશભાઈ શેખ, શ્રી ઇકબાલહુસેન ઘોરી, શ્રી મજૂરભાઈ (ચેરમેન બહાવીર મંડળી), શ્રી હનીફભાઈ બેલીમ, શ્રી ઉસ્માનભાઈ સુથાર, શ્રી લાલા (સામાજિક કાર્યકર), શ્રી બાબુભાઈ મલેક, તેમજ મખદૂમ ગ્રૂપના પ્રમુખ શ્રી તાહિરહુસૈન ઈપ્રોલિયા, કન્વીનર મકબુલભાઈ સૈયદ, શ્રી મુન્નવર સુથાર, શ્રી શહીદ મલેક, શ્રી ગેટિંગ મોહસીન બાંડી સહિત તમામ હોદ્દેદારો તથા આર્યવેદ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત, આરવલ્લી જિલ્લાના આયુર્વેદ અધિકારી શ્રી ડૉ. જગદીશભાઈ ખરાડી અને આર્યુવેદ હોસ્પિટલ, મોડાસાના વિગતવાર તબીબો – વૈદ્ય પંચકર્મ વિશેષજ્ઞ ડૉ. અશ્વિનભાઈ પટેલ, ડૉ. બીપીનભાઈ ખરાડી, ડૉ. નિકિતાબેન પટેલ, ડૉ. ડિમ્પલબેન અસારી, ડૉ. ચંદ્રપાલસિંહ ચૌહાણ, ડૉ. નિમેષભાઈ દેવમોરારી, ડૉ. વિપુલભાઈ પટેલ, ડૉ. હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, તેમજ યોગ ઇન્સ્ટ્રક્ટરો અને સ્ટાફ મિત્રો આ કેમ્પની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આવા આયુષ આધારિત આયોજનો દ્વારા ‘હર દિન – હર ઘર આયુર્વેદ’નું ધ્યેય શુભ સફળતા સાથે સાકાર થઇ રહ્યું છે. આવા કેમ્પો દ્વારા આરોગ્ય જાગૃતિ તથા આયુર્વેદિત જીવનપદ્ધતિનો વ્યાપ વધે તે નક્કી છે.
Sakir Tintoiya
Indian News Tv