અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઉમિયા મંદિર પરથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સ્કૂલના બાળકો, અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ તથા રાજકીય પક્ષોના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભિખુસિંહ પરમાર દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.
યાત્રામાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સામાજિક સંસ્થાઓમાં જાયન્ટ્સ મોડાસા, મોડાસા લાયન્સ, સરસ્વતી સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ ધ્વજ લઈને દેશપ્રેમના ગીતો સાથે ઉત્સાહપૂર્વક આગળ વધ્યા હતા.
કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી ભિખુસિંહ પરમાર, બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નિરજ શેઠ, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર, જિલ્લાના કલેક્ટર શ્રી, એસપી શ્રી, ડીડીઓ શ્રી તથા અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.
સામાજિક કાર્યકરોમાં જાયન્ટ્સ મોડાસાના અમરીશભાઈ પંડ્યા, મહેસાણા બનાસકાંઠા કિસાન મોરચાના પ્રભારી મહેશભાઈ પટેલ તથા અન્ય વિવિધ સંસ્થાના કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા.
– સાકિર ટિન્ટોયા, ઇન્ડિયન ન્યૂઝ