ડાંગ જિલ્લાની ૪ વન વિકાસ મંડળીઓની નોંધણી રદ કરાઇ
*આહવા અને સુબિર તાલુકાની કુલ ૪ મંડળીઓ ફડચામા જવાથી મંડળીઓની નોંધણી રદ કરાઇ :*
–
ઝાકિર ઝંકાર આહવા: તા: ૨૪:
ડાંગ જિલ્લાના આહવા તાલુકાની ૨ અને સુબીર તાલુકાની ૨ મળી કુલ ૪ વન વિકાસ મંડળીઓની નોંધણી રદ કરવામા આવી છે.
ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર શ્રી વી.એન.માવાણી તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, આહવા તાલુકાની (૧) શ્રી જામલાપાડા વિભાગ મજૂર અને કામદાર સ.મં.લિ.જામલાપાડા, નોંધણી નંબર – ૬૦૦૮, (૨) શ્રી કમદયાવન વન વિકાસ મં,લિ,કમદયાવન, નોંધણી નંબર – ૧૪૫૮૮, સુબીર તાલુકાની (૧) શ્રી પિપલપાડા વન વિકાસ સ.મં.લિ, પિપલપાડા, નોંધણી નંબર – ૧૪૭૫૭ તથા (૪) શ્રી જોગથવા વન વિકાસ સ.મં.લિ, નોંધણી નંબર – ૧૪૬૧૪ વન વિકાસ મંડળી લી.ની નોંધણી રદ થવા પામી છે.
ડાંગ જિલ્લાના આહવા અને સુબિર તાલુકાની આ કુલ ૪ મંડળીઓને ફડચામા લઈ જવાનો અંતિમ હુકમ, તથા ફડચા અધિકારીના અભિપ્રાય મુજબ ફડચાનુ કામ પુર્ણ થયેથી, આ મંડળીની નોંધણી રદ્દ કરવામા આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.
–