
*તાલીમનું આયોજન વિના મુલ્યે પોલીસ હેડકવાર્ટર આહવા-ડાંગ*
ઝાકિર ઝંકાર
આહવા તા 20
ડાંગ જિલ્લામાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા.ગાંધીનગરનાઓના પત્ર ક્રમાંક:-જી-૨/૧૯૨૭/એટ્રો/તાલીમ/ગ્રાન્ટ/૧૪૫૨/૨૦૨૫ તા.૦૬/૦૮/૨૦૨૫ તથા (૨) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા.ગાંધીનગરનાઓના પત્ર ક્રમાંક:-જી-૨/૧૯૨૭/એટ્રો/તાલીમ/ગ્રાન્ટ/૨૨૧૬/૨૦૨૫ તા.૦૫/૧૨/૨૦૨૫ ના પત્ર આધારે, અત્રેના ડાંગ જિલ્લાના અનુસુચિત જનજાતિના ધોરણ-૧૨ પાસ/સ્નાતક યુવાનો/યુવતિઓને સરકારશ્રી દ્વારા આયોજિત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર અને અર્ધલશ્કરી જેવા કે,બી.એસ.એફ., આર.એ.એફ., સીઆર.પી.એફ.. સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી, તથા સરકારશ્રીના અન્ય વિભાગોની ભરતીમાં જોડાવાની તકો મળે તેવા આશયથી તા.૨૭/૦૧/૨૦૨૬ થી તા.૨૫/૦૨/૨૦૨૬ સુધી દિન-૩૦ માટે તાલીમનું આયોજન વિના મુલ્યે પોલીસ હેડકવાર્ટર આહવા-ડાંગ ખાતે કરવામાં આવેલ છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી ઇન્ડોર તથા આઉટડોર તાલીમ લેવા ઇચ્છા ધરાવતા ધોરણ-૧૨ તથા સ્નાતક, યુવક/યુવતિઓએ તા.૧૫/૦૧/૨૦૨૬ થી તા.૨૬/૦૧/૨૦૨૬ સુધી પોલીસ મુખ્ય મથક આહવા-ડાંગ (તાલીમ ભવન) ખાતે રૂબરૂમાં આવી રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે. તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને નીચે મુજબની સુવિધા વિના મુલ્યે પૂરી પાડવામાં આવશે.