

કલમવિહિરમાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું નાયબ મુખ્ય દંડક હસ્તે ઉદ્ઘાટન
*ઝાકિર ઝંકાર | આહવા : તા. ૨૪*
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કલમવિહિર ખાતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની “ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ – ૨૦૨૬” નું ભવ્ય ઉદ્ઘાટન ડાંગ જિલ્લાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ*ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આહવા તાલુકા પ્રમુખ *શ્રી સુરેશભાઈ ચૌધરી*, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કક્ષાની આ ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ શિક્ષક મિત્રો માટે ઉત્સાહ અને એકતાનું ઉત્તમ માધ્યમ બની છે. આયોજનને ક્રિકેટ રસિયાઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ અવસરે મહેમાનો દ્વારા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી શિક્ષકોને રમતગમતમાં વધુ સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.