

*ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે બોરીગાંવઠા તેમજ ભિસ્યા ખાતે ગ્રામ્ય માર્ગના રસ્તાનું ખાતમૂહર્ત કરાયું :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૨૯
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા વઘઇ તાલુકાના બોરીગાંવઠા ગામે માર્ગ અને મકાન વિભાગ રાજ્યના ઇમરજન્સી વર્ક યોજના હેઠળ આર.સી.સી રોડનું ખાતમૂહર્ત તેમજ આહવા તાલુકાના ભિસ્યા ગામે મેઇન રોડ બોરખેત થી ભિસ્યા ગામ સુધીનો માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા તમામ નવીન રસ્તાઓ મંજુર કરવામાં આવેલ છે. જેમાં ડાંગ જિલ્લામાં પણ મહત્વના રસ્તાઓનું ખાતમૂહર્ત કરવામાં આવેલ છે. આ રસ્તાઓની કામગીરી પૂર્ણ થવાથી વાહનચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂત તેમજ રોજગાર માટે આવનજાવન કરતાં નાગરિકોને મોટી રાહત મળશે.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
–