
*છેલ્લા એક વર્ષથી ફરાર બે ગુનામાં વોન્ટેડ આરોપી વઘઈ પોલીસે ઝડપ્યો*
ઝાકિર ઝંકાર
આહવા : તા. ૪
ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશને છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા વોન્ટેડ આરોપીને પકડી પ્રશંસનીય કામગીરી કરી છે. સરકારી અનાજના ગોડાઉન પાસેથી અનાજ ભરેલ ટ્રક ચોરીના ગુનામાં સંડોવાયેલા મેફૂઝ અબ્દુલહઇ ખાન (ઉ.વ. ૨૪), રહે. અલાવલપુર, ઉત્તરપ્રદેશને સુરત ગ્રામ્યના પલસાણા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીના નેતૃત્વમાં ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી.
આ આરોપી મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેવલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મકાઈ ચોરીના બીજા ગુનામાં પણ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે. આમ બે ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી વઘઈ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.