
*બારડોલી ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ કાટા અને કુમિતેની શ્રેણીમાં કુલ ૧૩ મેડલ મેળવ્યાં*
રિપોર્ટર : ઝાકિર ઝંકાર : આહવા
ભારત સરકારના યુવા બા gvબતો અને રમતગમત મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત STAIRS સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન દ્વારા ગત તારીખ ૦૭/૦૨/૨૦૨૬ ના રોજ બારડોલી ખાતે રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ STAIRS કરાટેના વડા સેન્સઇ વિનોદ બામણીયાના નેતૃત્વમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાની એલકવ્ય મોડેસ રેસિડેન્શિયલ શાળા સાપુતારા, ગીતાંજલી શાળા આહવા, સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા વાસુર્ણાં, જેવી વિવિધ શાળાઓના કુલ ૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, વિદ્યાર્થીઓએ પોતાની કુશળતાનું પ્રદર્શન કરીને કાટા અને કુમિતે કેટેગરીમાં કુલ ૧૩ મેડલ્સ મેળવ્યાં હતાં. વિદ્યાર્થીઓની આ સિદ્ધિઓ બદલ શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યાં હતાં. આ વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં યોજાનાર રાષ્ટ્રિય કક્ષાની રમતમાં ભાગ લેવા માટે પસંદગી પામ્યાં છે. આ તમામ વિદ્યાર્થીઓને ટ્રેનર અને કોચ દિપક કુમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
–