*ડાંગના “૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫/૨૦૨૬” નું આયોજન :*
*તારીખ ૨૩/૦૨/૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે અરજી કરી શકાશે*
–
રિપોર્ટ: ઝાકિર ઝંકાર
આહવા: તા: ૧૬
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ડાંગ દ્વારા આયોજીત ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫/૨૬નું ચાલુ વર્ષે આયોજન થનાર છે.
લોકશાહી શાસન વ્યવસ્થાના ગુજરાતના યુવક અને યુવતીઓમાં ગુણો વિકસે તથા યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય, ચુંટણી વ્યવસ્થાની માહિતી યુવાનોને મળે જેનાથી રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રનું લોકતંત્ર મજબુત થાય તે માટે ગુજરાતના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં રાજ્યના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫/૨૬નું ચાલુ વર્ષે આયોજન થનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬માં ડાંગ જિલ્લા ખાતે આયોજીત થનાર આ કાર્યક્રમમાં જે યુવક-યુવતીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મુ-આંબાપાડા, આહવા, જિ-ડાંગને તા. ૨૩/૦૨/૨૦૨૬ સુધીમાં બપોરના ૦૨:૦૦ કલાક સુધીમાં પહોચાડવાની રહેશે. તેમ ડાંગ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
–