
સાણંદમાં કાયદો અને વ્યવસ્થાનો કડક અમલ: બે આરોપીઓને ઝાડ સાથે બાંધી માર મારવાના મામલે પીડિતાનો વીડિયો સામે આવ્યો,
સાણંદ પોલીસ દ્વારા બે આરોપીઓને ઝાડ સાથે બાંધીને પાઠ ભણાવવામાં આવ્યો હોવાનો એક મામલો ભારે ચર્ચામાં છે
આ સમગ્ર ઘટના બાદ હવે પીડિતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સમગ્ર હકીકત પરથી પડદો ઊંચકાયો છે
ગુનાહિત પ્રવૃત્તિ આચરનારા તત્વો સામે સાણંદ પોલીસે લાલ આંખ કરી છે
પોલીસે જે પ્રકારે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું અને પાઠ ભણાવ્યો, તેના પગલે સ્થાનિક રહીશો અને સામાન્ય જનતામાં પોલીસ પ્રશાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે
ગુનેગારોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા લેવાયેલા આ કડક પગલાંને ચારેય તરફથી બિરદાવવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ