

કડીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસનો દરોડો
પત્રકાર સહિત ૪ સંચાલકો ઝડપાયા, વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં સ્પાની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારના નેટવર્કનો કડી પોલીસે પર્દાફાશ કર્યો છે.
શહેરના કડી-છત્રાલ રોડ પર આવેલા બે અલગ-અલગ સ્પામાં પોલીસે બાતમીના આધારે રેડ પાડીને પત્રકાર સહિત કુલ ૪ આરોપીઓની ધરપકડ કરી છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂની બોટલો, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને અન્ય આપત્તિજનક સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ અંતર્ગત કડી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ અને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નેપચ્યુન આર્કેડના બે સ્પામાં ચાલતો હતો ગોરખધંધો
પોલીસને બાતમી મળી હતી કે કડી-છત્રાલ રોડ પર આવેલા નેપચ્યુન આર્કેડ શોપિંગ સેન્ટરમાં આવેલા DAN SPA 2′ અને THE TAJ SPA AND BEAUTY માં બહારના રાજ્યોમાંથી યુવતીઓને લાવી, રહેવા-જમવાની સગવડ આપીને સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપાર (કુટણખાનું) ચલાવવામાં આવી રહ્યો છે.
પોલીસે બંને સ્થળોએ એકસાથે રેડ પાડીને ગ્રાહકો તેમજ યુવતીઓ સાથે સંચાલકોને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ
૧. મહેરીયા શૈલેષ નટવરભાઈ સોમાભાઈ રહે. કડી શશીનગર સોસાયટી, મેનેજર
૨. પટેલ મિત પ્રવિણભાઈ રહે. ચાણસ્મા,
૩. જાડેવ અજયસિંહ દિલીપસિંહ કડી મલ્લીવાસ, કલોલ દરવાજા, સંચાલક/પત્રકાર
૪. પટેલ જેમીનભાઈ પ્રહલાદભાઈ મહેસાણા સિલિકોન સ્પોન્ડા સોસાયટી, મોઢેરા
કુલ ₹૧.૯૬ લાખથી વધુનો મુદ્દામાલ
પોલીસે બંને સ્પામાંથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રિપોર્ટર: ધ્રુમિ પટેલ કડી, મહેસાણા