બકરાણા ગામે તળાવમાં ગાબડું પડતા દેવીપૂજક વાસમાં પાણી ભરાયા: તંત્ર દોડતું થયું
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અંતરિયાળ એવા બકરાણા ગામ માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે
ભારે વરસાદી માહોલ અને કેનાલમાંથી પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં ગામનો મુખ્ય બંધ ઓરફ્લો થયો હતો,
જેના કારણે ગામના તળાવમાં મોટું ગાબડું પડવાની ગંભીર ઘટના બની છે.
કેનાલ અને વરસાદી પાણીનો પ્રભાવ ઉપરવાસમાં ભારે વરસાદ અને કેનાલમાંથી છૂટેલા પાણીના પ્રવાહના કારણે બકરાણા ગામનો બંધ ઓરફ્લો થઈ ગયો હતો
તળાવમાં ગાબડું પાણીના ભારે દબાણને કારણે ગામના તળાવની પાળ તૂટી ગઈ હતી
અને તેમાં મોટું ગાબડું પડ્યું હતું
નજીકના વિસ્તારમાં જળબંબાકાર તળાવમાં ગાબડું પડતા જ પાણી બેકાબૂ બનીને નીચાણવાળા વિસ્તારમાં આવેલા દેવીપૂજક વાસ માં ફરી વળ્યું હતું
જેના કારણે સ્થાનિક રહીમુઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી.
તંત્રની તાત્કાલિક કાર્યવાહી:
ઘટનાની ગંભીરતા જોતા જ બકરાણા ગામમાં દોડધામ મચી ગઈ હતી.
આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવા માઆવી હતી
રિપોર્ટર: ધરા પટેલ,સાણંદ અમદાવાદ