Breaking News 🚨
સુરત શહેરમાંથી આ સમયના સૌથી મોટા અને શરમજનક સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી પડી રહેલા અવિરત વરસાદે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના વિકાસના પોકળ દાવાઓની ધજ્જિયા ઉડાવી દીધી છે. કરોડો રૂપિયાનું બજેટ અને સ્માર્ટ સિટી નું ચમકતું ટેગ માત્ર 10 મિનિટના વરસાદમાં પાણીમાં ધોવાઈ જાય છે. સ્થિતિ એટલી ખરાબ છે કે માત્ર 10 મિનિટની ખાબકેલી વરસાદી ઝાપટમાં સુરતના આધુનિક રોડ-રસ્તાઓ ગાયબ થઈ જાય છે અને તેની જગ્યાએ જીવલેણ અને ગંદા તળાવો બની જાય છે!આ વીડિયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તંત્રની નિષ્ફળતાનો ભોગ સામાન્ય જનતા કેવી રીતે બની રહી છે. વાહનો પાણીમાં તરી રહ્યા છે, સોસાયટીઓમાં દરિયા જેવી સ્થિતિ સર્જાઈ છે અને રાહદારીઓ પોતાનો જીવ હથેળીમાં મૂકીને રસ્તાઓ પાર કરવા મજબૂર બન્યા છે.સુરતની આક્રોશિત જનતા હવે સીધા SMC ના અધિકારીઓને આકરા સવાલો પૂછી રહી છે. નાગરિકોનું કહેવું છે કે જ્યારે પ્રોપર્ટી ટેક્સ વસૂલવાની વાત આવે છે, ત્યારે કોર્પોરેશનની કડકાઈ સૌથી પહેલા જોવા મળે છે. ટેક્સના બિલમાં સામાન્ય જનતાને ₹1 ની પણ રાહત આપવામાં આવતી નથી. તો પછી આટલો મોટો ટેક્સ ચૂકવ્યા પછી પણ સુરતના પ્રમાણિક નાગરિકોને નરક જેવી જિંદગી જીવવા માટે કેમ છોડી દેવામાં આવ્યા છે? શું જનતાની પરસેવાની કમાણી આ રીતે પાણીમાં વહાવી દેવા માટે ટેક્સ લેવામાં આવે છેસ્થાનિક રહીશોનો ગુસ્સો એ વાત પર સાતમા આસમાને છે કે આખું શહેર ડૂબી રહ્યું છે, લોકોના ઘરોમાં ગંદુ પાણી ઘૂસી ગયું છે, ઘરવખરી બગડી રહી છે, પરંતુ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ એસી રૂમમાંથી બહાર નીકળવાનું નામ નથી લઈ રહ્યા. લોકોનો આક્ષેપ છે કે આ અધિકારીઓ માત્ર ઓફિસોમાં બેસીને ખુરશીઓ તોડી રહ્યા છે અને કાગળ પર ‘ઓલ ઇઝ વેલ’ ના અહેવાલો બનાવી રહ્યા છે. રસ્તાઓ પર રીતસર હેરાન થતી, વાહનો ખેંચતી અને લાચાર બનેલી જનતાની તકલીફો સાથે આ બાબુઓને કોઈ લેવાદેવા નથી.
Bureau chief : Sumit shukla