

ભાવનગર–વલભીપુર હાઈવે પર રંગોલી ફાટકની ટ્રાફિક સમસ્યા ગંભીર
રંગોલી ફાટક વારંવાર ટ્રેન પસાર થવાના કારણે બંધ રહે છે. ફાટક ખુલ્યા બાદ રોડની જગ્યા ખૂબ ટૂંકી હોવાથી બંને તરફથી વાહનો આમને-સામને આવી જતાં ભારે ટ્રાફિકજામ સર્જાય છે. રોજ ઓફિસ, ધંધા અને કામકાજ માટે જતા લોકોનો કિંમતી સમય બગડે છે અને વાહનચાલકો વચ્ચે માથાકૂટની સ્થિતિ પણ ઊભી થાય છે. બોટાદ ભાવનગર અમદાવાદ હાઈવે સાથે સંકળાયેલો હોવાથી રોજિંદા એમ્બ્યુલસ માં દર્દીઓ પણ હોય છે ત્યારે ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં દર્દીઓને વધુ સમય લાગતો હોવાથી મુશ્કેલીઓ સર્જાય છે
સંબંધિત તંત્ર દ્વારા રંગોલી ફાટકની ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોની માંગ છે.
રિપોર્ટ. મહેશ ડાવરા