આજરોજ તારીખ ૨૬-૮-૨૦૨૬ ના શુભ દિવસે બનાસકાંઠા જિલ્લા ના અનુદાનિત માધ્યમિક શાળાના કર્મચારીઓની બચત અને ધિરાણ મંડળી ની વર્ષે ૨૦૨૫-૨૦૨૬ ની બોનસ ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ વ્યવસ્થા માં મંડળી ના ચેરમેન શ્રી રવિભાઈ પ્રજાપતિ, વાઈસ ચેરમેન શ્રી અર્જુનસિંહ હડીયોલ ( બાપુ) , મેનેજર શ્રી નરેશભાઈ પરમાર અને પીલુચા હાઈસ્કૂલ માંથી એકાદ વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા શ્રી ગીરીશભાઈ વણસોલા ની વિશેષ ઉપસ્થિત રહી હતી.હડાદ પોશીના અંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવતા શ્રી સુનીલભાઈ ચોહાણ ની ધ્યાન ઉપસ્થિતી ની નોંધ લેવામાં આવી.બનાસકાઠાના આવા અનેક નામી અનામી ધુરંધરો મંડળી ની આ વ્યવસ્થા નો આજે હિસ્સો બન્યા હતા.ભેટતરીકે શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ પણ નિવૃત્ત થયેલા, યુવાન અને ઉત્સાહી શિક્ષકમિત્રો, ક્લાર્ક મિત્રો અને અને વધઘટ ની હમણાં અસર થવાની છે એવા જિલ્લા ના સેવક મિત્રો માટે GULLIVAR LUXURY BLANKET SNOW નું વિતરણ કરવામાં આવ્યું.આજે જેમની ગરીમામય ઉપસ્થિત નથી રહી એવા તમામ મીત્રો ને શનિવાર ૨-થી ૫ દરમિયાન આ ભેટ સ્વીકારવાનું જણાવવામાં આવ્યું છે.આ જિલ્લા વતની હોય અને મંડળી ના સભાસદ હોય તેવા મિત્રો જે ઈનફોસીટી ગાંધીનગર આજુબાજુ રહેતા હોય એમની ભેટ ગાંધીનગર નો મોહ ઓછો થાય અને બનાસકાંઠા જિલ્લા બાજુ આવવા નું થાય એ વખતે સહજ ભેટ સ્વીકારવાનું રાખવું એવું મંડળી ના ચેરમેને શ્રી એ અખબારી યાદી માં જણાવ્યું છે.