અમરેલી બ્રેકિંગ ન્યૂઝ
જાફરાબાદના સામા કાંઠા વિસ્તારમાં PGVCLના વીજ ટ્રાન્સફોર્મર કંટ્રોલ બોક્સમાં આગ
PGVCLના TCના બોક્સ નંબર-2માં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ
બોક્સ નંબર-2ના કનેક્શન સાથે જોડાયેલા વિસ્તારમાં વીજળી ગુલ
વીજ પુરવઠો ખોરવાતા સામા કાંઠા વિસ્તારના સ્થાનિકોમાં રોષ
જાફરાબાદ PGVCL કચેરીમાં માત્ર 2 સ્ટાફ કર્મચારીઓના સહારે 42 ગામડાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
વિશાળ વિસ્તારમાં વીજ વ્યવસ્થાની જવાબદારી માત્ર બે કર્મચારીઓના શિરે — તંત્ર સામે ઉઠ્યા સવાલો
વીજળી ગુલ થતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો
આગની ઘટનાને પગલે PGVCL તંત્ર દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી હાથ ધરાઈ
સામા કાંઠા વિસ્તારના રહિશોમાં તંત્ર સામે ભારે નારાજગી
42 ગામડાં માટે પૂરતો સ્ટાફ ફાળવવા સ્થાનિકોની માંગ
જાફરાબાદ PGVCLની કામગીરી અને સ્ટાફ વ્યવસ્થા સામે ફરી સવાલો ઉઠ્યા
રિપોર્ટર બાબુભાઈ વાઢેળ — જાફરાબાદ