
*ડાંગમાં “મિશન શક્તિ યોજના” અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ*
*રિપોર્ટર;ઝાકિર ઝંકાર,ડાંગ આહવા*
તા. ૩૦
ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે “મિશન શક્તિ યોજના” અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મહિલાઓની સુરક્ષા, સહાય અને સશક્તિકરણ માટે અમલમાં રહેલી વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો-બેટી પઢાવો, મહિલા સશક્તિકરણ હબ અને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી. ઉપરાંત, બાળલગ્ન નિવારણ, કિશોરીઓને કારકિર્દી માર્ગદર્શન અને નિરાધાર મહિલાઓના કલ્યાણ માટે જનજાગૃતિ વધારવા સૂચનાઓ આપવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરી, કોઈપણ પાત્ર મહિલા સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તેની તકેદારી રાખવા સૂચના આપી હતી.