

*ડુંગરડા આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ ઉત્સવ’ યોજાયો*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , (વઘઈ) ડાંગ*
મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ICDS વિભાગના સંકલન હેઠળ ડાંગ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં યોજાઈ રહેલા ‘આંગણ ઉત્સવ’ અંતર્ગત વઘઈ તાલુકાના ડુંગરડા આંગણવાડી કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ઉપ સરપંચ સુનિલભાઈ ચોર્યાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં બાળકોના સ્વાસ્થ્ય અને પોષણની વિશેષ કાળજી લેવામાં આવે છે. બાળકોને પૌષ્ટિક આહાર તેમજ નિયમિત આરોગ્ય તપાસની સુવિધા આપવામાં આવે છે. વર્લ્ડ વિઝન ઈન્ડિયાના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર સુકીર્તિ ખ્રિસ્તાનંદે આંગણવાડી બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને વિકાસનો મજબૂત પાયો હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમમાં SAM રેડ કેટેગરીમાંથી યલો કેટેગરીમાં આવેલા બે બાળકોને ક્લરબોક્સ અને ફૂલ આપી સન્માનિત કરાયા હતા. આંગણવાડી કાર્યકર જશોદાબેન ગાંગોડા, આશા વર્કર ભાવનાબેન હળપતિ અને તેડાગર હેમુબેનને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌને સુખડી અને ફળનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમમાં સરપંચ વાસંતીબેન ચૌધરી, ઉપ સરપંચ સુનિલભાઈ ચોર્યા, વાલીઓ, કિશોરીઓ, ગામના આગેવાનો સહિત આગણવાડી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.