

*નવરાત્રી એટલે માની ભકિત તેમજ આરાધના કરવાં માટેનો પર્વ*
*નવરાત્રી માટે માટીના ગરબા રાજ્યના વિવિધ જીલ્લામાં અહિયાથી લોકો લઈ જાય છે*
*સ્થાનિક રહીશો ગરબા ને અલગ અલગ રીતની ડિઝાઇન બનાવીને તેમજ ગરબાને કલર કરીને મેળવી રહ્યાં છે આવક*
*માટીમાંથી બનતો ગરબો ત્રણ ઈચ થી લઈને બાર ઈચ સુધીના બનાવવામાં આવે છે*
*ગરબાની કિંમત પચાસ રૂપિયા થી લઈને બસો રૂપિયા સુધીની હોય છે*
*એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા પાત્રીસ થી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે*
સમગ્ર દેશમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્ત્વ હોય છે. ત્યારે ગુજરાતમાં નવરાત્રી નું મહત્વ કાંઈક અલગ જ છે.નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટે ની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે.
આ તહેવારમાં યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે. ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે અને તેનું સ્થાપન કરે છે. સાથે અનુસ્ટાન પણ કરતા હોય છે. આ પર્વ હિન્દુઓ માટે મહત્વનો છે. થાનમાં રહેતા પિન્ટુભાઈ જાગાણી છેલ્લા 15 વર્ષથી ગરબા બનાવે છે. જેમાં અલગ અલગ ડીઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો તેને ડિઝાઇન કરવી તેને ફિનિસિંગ કરવું. તે બધું કામ કરે છે.તેનું વેચાણ પણ કરે છે. આ ગરબો ત્રણ ઈચ થી લઈને બાર ઈચ સુધીના ગરબા બનાવે છે. આ ગરબાની કિંમત પચાસ રૂપિયા થી લઈને 2500 રૂપિયા સુધીની હોય છે. એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા પાત્રીસ થી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે.ગરબા બનાવવા માટે આવતા કારીગરો ને આ ગરબા બનાવી ને સારી આવક મેળવી રહ્યા છે નવરાત્રીની સીઝનમાં એક લાખ જેટલા ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરે છે. ઉલ્લેખનિય છે કે આ ગરબા રાજ્યના વિવિધ જીલ્લામાં જાય છે. નવરાત્રીના નવ દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે તેમજ શેરી ની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મુકવામાં આવે છે.ગરબાનું પણ મહત્વ પણ છે. હાલ ડી જે અને પાર્ટી પ્લોટના યુગમાં આવા ગરબાનું વેચાણ ઓછું થયું છે પણ ગ્રામ્ય વિસ્તારોની ગરબીમાં તેમજ મંદિરોમાં આ ગરબા લોકો લેતા હોય છે
રિપોર્ટર જયેશભાઇ મોરી