જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ ખાતે જિલ્લા કક્ષાની રોલ-પ્લે અને લોર્કનૃત્ય સ્પર્ધા યોજાઇ
બ્યુરો રિપોર્ટ ઇન્ડિયન ટીવી ન્યુઝ પાટણ ગુજરાત
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ ખાતે આજરોજ તા. 17/08/24 ના રોજ જિલ્લાની સરકારી માધ્યમિક અને કે.જી.બી.વી.ના ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની રોલ-પ્લે અને લોર્કનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ફુલ 104 વિદ્યાર્થીઓ તંદુરસ્ત વિકાસ, પોષક આહાર અને સુખાકારી, પર્યાવરણ સંરક્ષણ, નશીલા દ્રવ્યોનું નિવારણ, કુમાર-કન્યા માટે સમાન તકો જેવા વિષયો આધારિત સુંદર રજૂઆતો થઈ. પ્રાચાર્યશ્રી ડૉ. પિન્કીબેન રાવલે સ્પર્ધકોને પ્રેરક ઉદ્બોધન કરી પ્રોત્સાહિત કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાયટ અધ્યાપક ડૉ. દશરથ ઓઝા અને શ્રી મહેન્દ્રભાઈ ઠાકોરે કર્યું. કાર્યક્રમને અંતે તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો અને પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય ક્રમાંક મેળવનાર શાળાઓના બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.