
ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં કલા ઉત્સવનું ભવ્ય આયોજન થયું
બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયન ટીવી ન્યુઝ પાટણ ગુજરાત
સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં કલા ઉત્સવનું આયોજન આચાર્યશ્રી શૈલેષભાઈ સુથારની પ્રેરણા અને માર્ગદર્શનથી ભાષા શિક્ષક શ્રી નિલેશ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. શિક્ષક શ્રી ધનેશભાઈ પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકે પ્રીતિબેન પટેલ, નીલમબેન રાવળ અને હિનાબેન પટેલે ભૂમિકા નિભાવી હતી. શિક્ષક રાજુભાઈ પરમાર, સચીનભાઈ પટેલ અને પિયુષભાઈ આસોડિયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર આપવામાં આવ્યો હતો. કલા ઉત્સવમાં ગાયન, વાદન ચિત્ર અને બાળ કવિ સ્પર્ધા એમ ચાર સ્પર્ધામાં વિધાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. શાળા કક્ષાના ‘કલા ઉત્સવ -૨૦૨૪’નું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. શિક્ષણ સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં આગવુ સ્થાન ધરાવતી ભાટસણ શાળામાં ‘કલા ઉત્સવ’ ૨૦૨૪નું ‘ગરવી ગુજરાત’ થીમ ઉપર સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.