Follow Us

જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ ભાદરવા સુદ ચૌદસ નો મેળો યોજાયો હતો જેમાં પરંપરા રીતે

ભરૂચ જિલ્લા જંબુસર
જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ ભાદરવા સુદ ચૌદસ નો મેળો યોજાયો હતો જેમાં પરંપરા રીતે બ્રહ્માણી માતાજી નો રથ નીકળે છે અને ગામની ચારે બાજુ ફરી ભાગોળે માતાજી ના મંદિરે તેનું સમાપન થાય છે ,તથા આજના દિવસે ગણપતિ દાદા ની મૂર્તિ ઓનું વિસર્જન કરવામાં આવે છે, કહાનવા ગામમાં આજના દિવસે આ માતાજી ના મેળામાં આજુબાજુ ના ગામ ના અનેક લોકો આ મહીમા જોવા હજારોની સંખ્યામાં ઉમટી પડે છે ગામમાં મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા દર વર્ષે પાણીની પરબ રાખી કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડે છે આજ રોજ આ મેળામાં પૂર્વ જીલ્લા પંચાયત ના સભય ધનંજય ભટ્ટ ઉર્ફે લાલાભાઈ,કારેલીથી ભાજપના અગ્રણી પીન્ટુ ભાઈ તાલુકા પંચાયત ના સભ્ય રાજુભાઇ તથા ડે.સરપંચ શ્રી રાકેશ ભાઈ તથા ગામના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહી ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, આજના દિવસે ગામમાં વેરાઈ માતાનું વર્ષો પુરાણું મંદિર તોડી નવા મંદિર ના બાંધકામ માટે માતાજી ની પરવાનગી મેળવી હવે મોટું વિશાળ મંદિર બનાવવાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ મેળામાં કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે વેડચ પોલીસ સ્ટેશન દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો,

Leave a Comment