આમોદનાં ખેડૂતોને ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અપાયા

ભરૂચ જિલ્લા આમોદ

આમોદનાં ખેડૂતોને ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અપાયા

 

ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા ૨૧.૪૩ લાખની સબસિડી અપાઈ

ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાં માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે.ખેડૂતને આત્મનિર્ભર કરવાં માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે.જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે માટે ગુજરાત સરકારના કૃષિવિભાગ દ્વારા આજ રોજ નાહિયેર હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી.કે.સ્વામી હસ્તે ૧૦૮ જેટલા ખેડૂતોને કલ્ટીવેટર તેમજ પ્લાઉ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા.જેમાં સરકારે ખેડૂતોને ૨૧.૪૩ લાખની સબસિડી આપી હતી.ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપ્યા હતા.આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી,દીપક ચૌહાણ,નાહિયેર ગામના આગેવાન મધુસૂદન પટેલ,જીલ્લા ભાજપના ખેડૂત આગેવાન અશોક પટેલ,મદદનીશ ખેતી નિયામક કુલદીપસિંહ વાળા,વિસ્તરણ અધિકારી ધવલસિંહ રાજ, ગ્રામસેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રીપોર્ટર: દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર

બાઈટ: ડી.કે.સ્વામી – ધારાસભ્ય

Leave a Comment