
ઘાંચી હાઇસ્કુલ મોડાસાનું ગૌરવ
ઘાંચી હાઈસ્કૂલમાં બાલગૃહથી દસમા ધોરણ સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થીની *સૈયદ માહેનૂરે* આજે સાબિત કરી બતાવ્યું છે… સૈયદ માહેનુરે *મખદૂમ હાઇસ્કુલમાં સામાન્ય પ્રવાહના કોમર્સ વિભાગમાં પ્રથમ ક્રમ* મેળવી મખદૂમ હાઇસ્કુલનું નામ રોશન કર્યું છે તેમજ ઘાંચી હાઇસ્કૂલનું પણ નામ રોશન કર્યું છે. આ ઉપરાંત ઘાંચી હાઈસ્કૂલના ભૂતપુર્વ વિદ્યાર્થીની *રાબિયા બસરીન ભુરા* પણ મખદૂમ સાયન્સ પ્રવાહમાં ઉચ્ચ ટકાવારી મેળવી ઉત્તીર્ણ થયાં છે
ઘાંચી હાઈસ્કૂલના પ્રમુખ જનાબ હાજી સિકંદરભાઈ વાય સુથાર (રાજબાબુ), સેક્રેટરી જનાબ હનીફભાઈ સિધવા તથા ઉપપ્રમુખ જનાબ અબ્દુલ રજજાક ખાનજી, ઓન. જો. સેક્રેટરી જનાબ અબ્દુલરહીમ બાંડી તથા શિક્ષણ સમિતિના ચેરમેન જનાબ સઈદઅહેમદ ભુરા તથા ઈશાકભાઈ ઉપાદ (લાફાન્સ) એ દીકરીઓને અભિનંદન પાઠવ્યા… શાળાના આચાર્યશ્રીઓ જનાબ કાઝી સાહેબ તથા મલેક સાહેબે અને શિક્ષક મિત્રોએ પણ ખુશી વ્યક્ત કરી. ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી.