ભત્રીજી સાથે ગુમ થયેલ કાકીને બાયડ પોલીસે પંજાબ થી શોધી
દહેગામની મહિલા તથા તેની ભત્રીજી ચોઇલા આવ્યા હતા
દહેગામના લીહોડાની મહિલા તથા તેની 10 વર્ષની ભત્રીજી બાયડના ચોઈલામાં પ્રસંગમાં આવ્યા બાદ ગુમ થતાં પોલીસે ટીમો બનાવી મહિલા તથા 10 વર્ષની બાળકીને પંજાબમાં થી શોધી કાઢી હતી.
તા.04-07-2025 ના રોજ લીહોડામાં રહેતા કોકીલાબેન રાવળ (40) તથા તેમની 10 વર્ષની ભત્રીજી બંને ચોઇલામાં પ્રસંગમાં આવ્યા હતા. આ પ્રસંગમાં થી તેઓ ઘરે ન પહોંચતા પરિવારે તપાસ હાથ ધરી હતી. કોઈ જગ્યાએ પત્તો ન લાગતાં છેવટે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. બાયડ પી.આઈ બી.બી ડાભાણીની ટીમને 10 વર્ષની બાળકી સાથે હોવાની ગંભીરતા મળતાં ટીમો બનાવી
શોધખોળ હાથ ધરી હતી. જેમાં દહેગામમાં આવેલી સાંપાના કોલ્ડ સ્ટોરેજ માં ગુમ થનાર કોકીલાબેન બટાકાના ગ્રેડિંગનું કામ છૂટક મજૂરીમાં કરતા હતા.
પોલીસે એક ટીમ લઈ ત્યાં તપાસ કરતા ત્યાંથી ખાનગીમાં માહિતી મેળવી ગુમ થનાર કોકીલાબેન તથા તેમની 10 વર્ષની ભત્રીજી પંજાબ હોવાનું પોલીસને જાણવા મળતાં પોલીસે ટેકનિકલ સર્વેની ટીમ ને સાથે રાખી પંજાબના ઘટગામ ના મુલતાનપુર માં આવેલ પ્રિતમ કોલ્ડ સ્ટોરેજમાં તપાસ કરી મહિલા તથા તેમની ભત્રીજીને શોધી કાઢી હતી.
પોલીસે તપાસ કરતાં કોકીલાબેને જણાવ્યું કે તેઓ પોતાની મરજી થી ગયા છે અને તેમને હાલમાં તેમના ઘરે જવાનું જણાવ તા પોલીસે તેમને તેમના વતનમાં છોડ્યા હતા.
સાકીર ટીન્ટોયા
ઇન્ડિયન ન્યુઝ ટીવી