શિકારપુરમાં પાણી ભરાવાનો ગંભીર પ્રશ્ન – લોકોને હાલાકી, પંચાયત મૌન
ભચાઉ તાલુકાના શિકારપુર ગામે છેલ્લા લગભગ 12 મહિનાથી પાણી ભરાવાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ગામની જો પણ પટ્ટીમાં થોડાક વરસાદ પડતા જ રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ગામજનોના જણાવ્યા મુજબ, વરસાદ બાદ પાણી લાંબા સમય સુધી રસ્તાઓ પર ભરાઈ રહે છે, જેથી લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નથી. આ પાણી ભરાવાથી આરોગ્ય સંબંધિત બીમારીઓ ફેલાવવાનો પણ ભય રહેવાથી લોકો ચિંતામાં મુકાયા છે.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, શિકારપુર પંચાયતને બે મહિના પહેલા જ આ મુદ્દે લેખિત અરજી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ગામમાં તંત્ર પ્રત્યે નારાજગી ફેલાઈ રહી છે.
હાલ ગામમાં ચર્ચા ચાલી રહી છે કે તંત્ર લોકોના સ્વાસ્થ્ય અને જીવન માટે ક્યારે પગલાં ભરશે? કે પછી લોકો આમ જ બીમારીઓનો ભોગ બનતા રહેશે?
👉 ગામજનો હવે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક નિકાલ માટે તંત્ર આગળ આવે અને શિકારપુરના લોકો માટે “સારા જીવન”ની સુવિધા સુનિશ્ચિત કરે. રિપોર્ટ બાય સલીમ કોરેજા