
ડાંગ વઘઈ પોલીસ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
ઝાકિર ઝંકાર:આહવા તા,૧૮
ડાંગ ના વઘઇ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક પેસેન્જર લકઝરી બસમાં ખોટી નંબર પ્લેટ લગાવી તેમજ બસના ઓરીજનલ ચેચિસ નંબરનું પંચીગ કરી ચેડા કરી સરકારશ્રી નો વાહન વ્યવહાર ટેક્ષ નહી ભરવાના હેતુથી સરકારશ્રી સાથે ઠગાઇ કરનાર છેલ્લા પાંચેક માસથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી વઘઇ પોલીસ ટીમ
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક સુ શ્રી પૂજા યાદવ સાહેબ ડાંગ-આહવા નાઓએ ડાંગ જિલ્લામાં પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલ ગુનાઓના વોન્ટેડ/નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચન કરેલ હોય જે અનુસંધાને શ્રી જે.એચ.સરવૈયા નાયબ પોલીસ અધિક્ષક આહવા વિભાગ આહવા નાઓના માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એક પેસેન્જર લકઝરી બસમાં ખોટી નંબર પ્લેટ લગાવી તેમજ બસના ઓરીજનલ વૈચિસ નંબરનું પંચીગ કરી ચેડા કરી સરકારશ્રી નો વાહન વ્યવહાર ટેક્ષ નહી ભરવાના હેતુથી સરકારશ્રી સાથે ઠગાઇ કરનાર ગુનાનો વોન્ટેડ આરોપી અનવરભાઈ સુલતાનભાઇ અગવાન ઉ.વ.૬૨ ધંધી.ભંગારવાળા (કબાડી) રહે.૭૦૪-રહમત નગર, વાલક પાટીયા, કામરેજ રોડ, સુરત શહેર નાઓ છેલ્લા પાંચેક માસથી સદર ગુનાના કામે નાસતો ભાગતો ફરતો હોય જે વોન્ટેડ આરોપીની શોધખોળ માટે પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી નાઓએ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી સદર આરોપી સુરત ખાતે હોવાની માહિતી મળતા તાત્કાલિક પોલીસ સ્ટેશનથી ટીમ બનાવી જેમાં એ.એસ.આઇ. મહેશભાઇ રામજીભાઈ બ.નં.૪૦૪, એ.એસ.આઇ. ભગીરથસિંહ હેમંતસિંહ બ.નં.૪૬૦, પો.કો. કમલેશભાઇ વેલાભાઇ બ.નં૧૮૫ નાઓને તાત્કાલિક આરોપીની તપાસ માટે સુરત ખાતે રવાના કરેલ અને સુરત શહેર ખાતેથી ગુનાનો વોન્ટેડ આરોપી અનવરભાઇ સુલતાનભાઇ અગવાન ઉ.વ.૬ર ધંધો ભંગારવાળા (કબાડી) રહે.૭૦૪-સહમત નગર, વાલક પાટીયા કામરેજ રોડ સુરત શહેર નાઓને ગુનાના કામે પુછ-પરછ અર્થે અત્રે પો.સ્ટે. ખાતે લઇ આવેલ અને વોન્ટેડ આરોપી અનવરભાઈ સુલતાનભાઇ અગવાન ઉ.વ.દર ધંધો,ભંગારવાળા (કબાડી) રહે. ૭૦૪-રહમત નગર, વાલક પાટીયા, કામરેજ રોડ સુરત શહેર વાળાને ઉપરોક્ત ગુનામા અટક કરી છેલ્લા પાંચેક માસથી વોન્ટેડ આરોપીને પકડી પાડી પાડવામાં આવેલ છે.
આ કામગીરીમા જોડાયેલ પોલીસ:- (૧) વી.કે.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર (૨) અ.હે.કો.રમણીકભાઇ હમીરભાઇ બ.ન.૧૧૦, (3) એ.એસ.આઇ. મહેશભાઇ રામજીભાઇ બનં-૪૦૪, (૪) એ.એસ.આઇ. ભગીરથસિંહ હેમંતસિંહ બ.નં.૪૧૦, (૫) પો.કો. કમલેશભાઇ વેલાભાઇ બ.નં.૧૮૫, (૫) વુ.પો.કો. કોમલબેન નાથાભાઇ બ નં ૨૦૯.