*ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા તાલુકામાં નવા માર્ગ નિર્માણ અને સુધારણા કાર્યોની શરૂઆત કરાઈ

:*–
*માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝડપી ગતિએ કામગીરી હાથ ધરી :*
–
ઝાકિર ઝંકાર આહવા : તા: ૨૦ :
ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આહવા તાલુકામાં નવા માર્ગ નિર્માણ અને સુધારણા કાર્યોની શરૂઆત કરાઈ કરવામાં આવી છે. આહવા તાલુકાના માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ કામો ઝડપી ગતિએ પ્રગતિ પામી રહ્યા છે.
આ કામોમાં ડાંગ જિલ્લાના મોરઝીરા – મોગરા – ટાકલીપાડા માર્ગ જે માર્ગ મોરઝીરા, મોગરા અને ટાકલીપાડા ગામોને સારી રીતે જોડશે, જેમાંથી રોજિંદી મુસાફરી, આવશ્યક સેવાઓ અને સ્થાનિક પરિવહન વધુ સુગમ બનશે તેમજ બોરીગાંવઠા – મહારાઈચોન્ડ માર્ગ, જે માર્ગ બોરીગાંવઠા અને મહારાઈચોન્ડ વચ્ચે સીધી અને સુરક્ષિત પહોંચ સુનિશ્ચિત કરી ગ્રામ્ય વિસ્તારોને મોટા ફાયદા પહોંચાડશે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારના ધોરણો અનુસાર ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવી રહી છે. આ નવા માર્ગના વિકાસ કાર્યો દ્વારા સ્થાનિક નાગરિકોને વિશાળ પ્રવાસ સુવિધા મળી રહેશે અને તાલુકાના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે.
વધુમાં ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગોના કાર્યો દરમિયાન નાગરિકોને સહકારની અપીલ કરી, વિભાગ દ્વારા કામો સમયસર પૂર્ણ કરવાની ખાતરી આપે છે.
–