*આહવા S.T ડેપોને મળી બે નવી બસ*
–
*નાયબ મુખ્ય દંડકશ્રીએ લીલીઝંડી આપી કરાવ્યુ પ્રસ્થાન :*
–
ઝાકિર ઝંકાર, આહવા: તા.૨૦ :
રાજ્યના સરહદી જિલ્લા એવા ડાંગનાં મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કાર્યરત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વલસાડ ડિવિઝન હસ્તકના આહવા ડેપોને બે નવી S.T ડિલક્ષ બસો મળી છે. જેને ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.
જિલ્લાના સરહદી વિસ્તારના ગામોમાથી જિલ્લા મથકે આવતા ખાસ કરીને વિધાર્થીઓને ઉપયોગી થઈ શકે તે માટે આદિજાતિ વિકાસ વિભાગનાં અનુદાનમાંથી આહવા ડેપોને બે જેટલી ડિલક્ષ S.T બસ ફાળવવામાં આવી છે. જે અંતરિયાળ વિસ્તારમાંથી આહવા ખાતે આવતા શાળા/કોલેજનાં વિધાર્થીઓ, ITI નાં વિધાર્થીઓ વિગેરેને ઉપયોગી થઈ રહેશે, તેમ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતું.
આ વેળા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન, પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલ, ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર સહિત આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોયે, તાલુકા/જિલ્લાના પદાધિકારીઓ, S.T પરિવાર તથા લાભાર્થી વિધાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતા.
–

About the Author
Post Views: 26
Related posts:
- पूरनपुर पीलीभीत हरदोई ब्रांच नहर में बाईक सवार डूबने की आशंका*
- दुष्कर्म के दोषी मोहम्मद गनी को एससी/एसटी एक्ट में उम्रकैद
- वाराणसी में बुलडोजर एक्शन: रोपवे के निर्माण में बाधक बन रहे भवनों को किया गया ध्वस्त, वीडीए की कार्रवाई जारी
- संत नगर बुराड़ी में श्याम बाबा का महोत्सव एक भव्य और धार्मिक आयोजन था