

*ડાંગ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાએ આહવાના પીપલઘોડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી*
–
ઝાકિર ઝંકાર , આહવા : તા.૨૦ :
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પીપલઘોડી ગામે આવેલ પ્રાથમિક શાળાની ઇ.ચા. કલેકટર શ્રી કે.એસ.વસાવા મુલાકાત લીધી હતી.
દરમિયાન સરકારશ્રી દ્વારા પ્રાથમિક શાળાના ધોરણ-૫માં અમલી સ્માર્ટ ક્લાસ યોજના અંતર્ગત ચાલી રહેલા અભ્યાસક્રમનું નિરીક્ષણ કરી, ઓડિયો/વિડિયોની સાથે સાથે અનુભવ અધારિત શિક્ષણ માટે મૂર્ત વસ્તુઓ દ્વારા પણ શિક્ષણ આપવા બાબતે સલાહ સુચન કર્યું હતુ.
સાથે ધોરણ-૮ના વર્ગની મુલાકાત દરમિયાન ગત વર્ષ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા 3D ક્લાસ રૂમની યોજનાનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બાળકોની હાજરી, શૈક્ષણિક ગુણવતા, અને શાળા સંકુલની સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
–