*ઓપરેશન મિલાપ અંતર્ગત કુલ-૧૧ ગુમ/અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી પરિવાર સાથે પુનઃમિલન કરાવતી ડાંગ જિલ્લા પોલીસ
ઝાકિર ઝંકાર આહવા તા 20
ડાંગ જિલ્લા પોલીસનું “ઓપરેશન મિલાપે ઘણા પરિવારમાં ખુશી અપાવી પૂજા યાદવ, પોલીસ અધિક્ષકશ્રી ડાંગ-આહવા નાઓ દ્વારા ડાંગ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે તેમના માર્ગદર્શન હેઠળ ‘ઓપરેશન મિલાપ” શરૂ કરવામાં આવ્યું. જે અંતર્ગત ૧૧ થી વધુ ગુમ/અપહરણ થયેલ લોકોને શોધી તેમના પરિવારને સોંપવામાં આવેલ છે. ડાંગ જિલ્લામાં વર્ષ-૨૦૦૭ થી અત્યાર સુધીમાં ઘણા લોકો તેમના પરિવારથી વિખુટા કે ગુમ થયા હતા. જોકે આવા લોકો તેમના પરિવારજનોને મળે તે માટે “ઓપરેશન મિલાપ” એ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલું માનવતાની આશાનું પ્રતીક છે. આ પહેલ અંતર્ગત ગુમ/અપરણ થયેલા વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવાય છે.
માહે-૦૮/૨૦૨૫ માં ચાલુ થયેલ “ઓપરેશન મિલાપ” હેઠળ ૨૦૦૭ થી આજદિન સુધીના તમામ ગુમ લોકોને શોધવા માટે વિવિધ ટીમો બનાવાઈ હતી. હ્યુમન ઈન્ટેલીજન્સ, ટેકનિકલ સર્વેલન્સ, ઓપન સોર્સ અને ડેટાબેઝ સર્ચના માધ્યથી અત્યાર સુધીમાં ગુમ વ્યક્તિઓમાંથી ઓપરેશન મિલાપ હેઠળ થયેલા અવિરત પ્રયત્નો દ્વારા કુલ ૧૧ ગુમ વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધીને તેમના પ્રિયજનો સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યુ જે ‘ઓપરેશન મિલાપની” સફળતા કહી શકાય. આ કામગીરીમાં ડાંગ જિલ્લા પોલીસની અદભૂત કામગીરી અને માનવતા પ્રત્યેની નિષ્ઠા ખૂબજ સરાહનીય બની રહેવા પામી છે. આ કાર્ય માત્ર પોલીસનો વ્યવસાય કે ઉત્કૃષ્ટતાનું પ્રદર્શન નથી પરંતુ માનવતા ભર્યા અભિગમનું સાક્ષી બની રહેવા પામી છે. આમ છતાં ડાંગ જિલ્લા પોલીસના હજુપણ બાકી રહેલ ગુમ/અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટેના તમામ પ્રયત્નો ચાલુ છે.