અબડાસા-લખપત વિસ્તારની આશાલડી પ્રાથમિક શાળાએ-blo નંબર 60 નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના શિક્ષકશ્રીઓએ મતદાર સેવા સંબંધિત સમગ્ર ડિજિટલ પ્રક્રિયા 100% પૂર્ણ કરી અનોખું પ્રદર્શન નોંધાવ્યું છે.
કુલ 755 મતદારોમાંથી તમામ 755 ફોર્મ સફળતાપૂર્વક પૂરાં કરવામાં આવ્યા છે, જે કાર્યક્ષમતા, જવાબદારી અને સમર્પણનું પ્રતિબિંબ છે.
આ ઉચ્ચ સ્તરની કામગીરીને માન્યતા આપતાં માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ તથા મામલતદાર સાહેબે શિક્ષકશ્રીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. સાથે જ આ કામગીરી માટે ગાંધીનગર જવા–આવવાના ભાડા સહિતનો તમામ ખર્ચ ઓફિસ દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
આશાલડી પ્રાથમિક શાળાની આ કામગીરી તાલુકા તેમજ જિલ્લાના વિકાસ માટે પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે.
રિપોર્ટ બાય: આદમ નોતિયાર
ઇન્ડિયાન ટીવી ન્યૂઝ લખપત કચ્છ