*દિવ્યાંગજનો, સિનિયર સિટિઝન અને વિચરતી-વિમુક્ત જાતિના લોકોને ગણતરી ફોર્મ વિશે ખાસ સમજ આપવા માટેનો કેમ્પ યોજાયો. :*by
*-*
ઝાકિર ઝંકાર, આહવા: તા. ૨૧
રાજ્ય સમસ્તમાં ચાલી રહેલા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) સબંધિત એનુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) વિશેની સરળ સમજુતી મળી રહે તે માટે આજે ડાંગ જિલ્લાનાં ખાસ કેટેગરીનાં મતદારો (દિવ્યાંગજનો, સિનિયર સિટિઝન અને વિચરતી-વિમુક્ત જાતિના) માટે, વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જિલ્લા ચુંટણી અધિકારીશ્રીની કચેરી, આહવા-ડાંગના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અને નોડલ અધિકારીશ્રીની કચેરી દ્વારા તા.૨૧/૧૧/૨૦૨૫નાં રોજ ૧૧:૦૦ કલાકે આહવા સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકર ભવન, ડાંગ ખાતે જિલ્લાનાં દિવ્યાંગ મતદારો સહિત સિનિયર સિટિઝન અને વિચરતી-વિમુક્ત જાતિના મતદારોને એનુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) અંગેની વિશેષ સમજ અને માર્ગદર્શન આપવાના હેતુસર આ વિશેષ કેમ્પ યોજવામા આવ્યો હતો.
સંબંધિત કેમ્પમાં કુલ ૧૫૦ થી વધુ નાગરીકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. દરમિયાન ડાંગ જિલ્લાના નાયબ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ દ્વારા કેમ્પમાં ભાગ લેનાર દરેક નાગરીકો (દિવ્યાંગજનો, સિનિયર સિટિઝન અને વિચરતી-વિમુક્ત જાતિના) ને ભારતના ચુંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) સબંધિત એનુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) વિશેની સરળ સમજુતી આપવામાં આવી હતી.
–