

તેરા તુજકો અર્પણ ઝુંબેશ અંતર્ગત ૪૬ મોબાઇલ ફોન પરત
પશ્ચિમ કચ્છ ભુજ એલ.સી.બી. સાયબર સેલનું સાર્થક સેવાકાર્ય
“તેરા તુજકો અર્પણ” ઝુંબેશ અંતર્ગત પશ્ચિમ કચ્છ ભુજની સાયબર સેલ (એલ.સી.બી.) દ્વારા ગુમ થયેલા તથા ચોરી ગયેલા કુલ ૪૬ મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. તમામ મોબાઇલ તેમના મૂળ અરજદારશ્રીઓને પરત કરી માનવસેવાને સમર્પિત આ સત્રને સફળરૂપે સાર્થક બનાવાયું.