
*સાપુતારા ખાતે યોજાયેલા આચાર્ય સંઘના શૈક્ષણિક અને વહીવટી અધિવેશન દરમિયાન આશીર્વચન પાઠવતા સુશ્રી હેતલ દીદી*
–
ઝાકિર ઝંકાર:આહવા: તા: ૨૪
ગિરિમથક સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વલસાડના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.રાજેશ્રી ટંડેલની અધ્યક્ષતામા, તાજેતરમાં યોજાયેલા ‘વલસાડ જિલ્લા આચાર્ય સંઘના ૨૦૨૫/૨૬નાં વર્ષના શૈક્ષણિક અને વહીવટી અધિવેશન દરમિયાન, બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીએ ઉપસ્થિત આચાર્યશ્રીઓને આશીર્વચન પાઠવ્યા હતા.
સાપુતારા ખાતે આયોજિત આ અધિવેશનમાં ડાંગ જિલ્લાના વાસુર્ણા સ્થિત શ્રી તેજસ્વિની સંસ્કૃતિ ધામના સંસ્થાપક પૂ.હેતલ દીદીએ ‘શિક્ષક’ શબ્દની સાચી પરિભાષા સ્પષ્ટ કરતા તેમને શિસ્ત, ક્ષમા, કર્મ, અને સંસ્કારના પર્યાય તરીકે વર્ણવી ગૌરવ પ્રદાન કર્યું હતું.
ભાવિ પેઢીમાં ઉચ્ચત્તમ સંસ્કારોનું સિંચન કરતાં ગુરૂજનોને શીરે, સમાજ ઘડતરની વિશેષ જવાબદારી હોવાનું પણ તેમણે આ વેળા જણાવ્યું હતું. વક્તા તરીકે ડૉ. જય વશી દ્વારા સુંદર માર્ગદર્શન અપાયું હતું.
–