
*અહમદાવાદ ખાતે સંઘર્ષથી સંકલ્પ સુધી – નેતૃત્વની પ્રેરક ગાથા પ્રોગ્રામ યોજાયો*
*ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે હાજરી આપી*
ઝાકિર ઝંકાર આહવા
ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ને આજ રોજ અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ ને માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી તથા મંત્રીશ્રીઓ સાથે નિહાળવાનો અવસર પ્રાપ્ત થયો.
માન. મોદીજીના સંઘર્ષસભર બાળપણથી લઈ રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞ સુધીની યાત્રાને સંગીત, નૃત્ય, નાટ્ય અને અદ્યતન મલ્ટિમીડિયા માધ્યમથી જીવંત રીતે રજૂ કરવામાં આવી.રાષ્ટ્રભાવથી ઓતપ્રોત આ સુંદર પ્રસ્તુતિ બદલ તમામ કલાકારો અને આયોજક ટીમને ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ સાહેબે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપી