

*ડાંગ જિલ્લા વઘઈ વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા ભેંસકાતરી આશ્રમ શાળા ખાતે ‘બાળ સુરક્ષા સમિતિ’ અને SHG’s ની ટ્રેનીંગ યોજાઈ :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૧
ડાંગ જિલ્લાના વધઈ વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા તારીખ ૮ જાન્યુઆરીના રોજ ભેંસકાતરી આશ્રમ શાળા ખાતે ‘બાળ સુરક્ષા સમિતિ’ અને SHG’s ની ટ્રેનીંગ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ડૉ. મનિષા મુલતાની, ભેંસકાતરી સરપંચ શ્રી મિતેશભાઈ ગામીત, ઉપ સરપંચ શ્રી જયરામભાઈ, કરક શ્રી દિનેશભાઈ ગાંગોડા, વર્લ્ડ વિઝન ઇન્ડીયાના ઇન્ચા. શ્રી જસવંત ગરાસીયા, સ્કુલ ટીચર તેમજ ભેંસકાતરી, કાલીબેલ, કાકરદા, ટેકપાડા, અને ગોદડિયા પંચાયતમાંથી SMC સભ્ય, આંગણવાડી વર્કર, આશા વર્કર અને SHG’s સભ્ય મળી કુલ ૪૨ લોકો હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં વર્લ્ડ વિઝન ઇન્ડીયાના ઇન્ચા. શ્રી જસવંત ગરાસીયાએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ વિઝન ઇન્ડિયા બાળકોના સ્વાસ્થ, શિક્ષણ અને સુરક્ષા માટે કામ કરી રહી છે. અને ઘણી પંચાયતમાં સરપંચશ્રીના અને બાળ સુરક્ષા સમિતીના સહયોગથી બાળલગ્ન અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આવનાર દિવસોમાં પણ બાળકોમાં વધી રહેલા દુષણને નાથવા સહિયારો પ્રયત્ન કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ડૉ. મનિષા મુલતાનીએ જણાવ્યું કે, બાળ લગ્નએ સમાજનું દુષણ છે. બાળલગ્ન કરેલા હોય તેઓને કોઇપણ સરકારી યોજનાનો લાભ મળતો નથી. જેથી સર્વને અનુરોધ કર્યો કે, આપણે સૌ લોકોમાં જાગૃતતાના કાર્યક્રમો વધુ પ્રમાણમાં કરીએ, જેથી બાળકોના ભવિષ્યને યોગ્ય દિશા આપી શકીએ. સાથે તેમની ટીમ દ્વારા સરકારશ્રીની યોજનાઓ વિષે માહિતી આપી હતી જેમાં વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સખી વન સ્ટોપ યોજના વિષે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વર્લ્ડ વિઝન ઇન્ડિયા કો-ઓર્ડીનેટર સુકીર્તિ ખ્રિસ્તીની ટીમ દ્વારા આપવામાં આવેલ અવેરનેસ અને મુલાકાતથી ૮ જેટલા બાળકોને પાલક માતાપિતાનો લાભ અપાવવા ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વર્લ્ડ વિઝન ઇન્ડિયાના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર સુકીર્તિ ખ્રિસ્તી, કોમ્યુનિટી મોબીલાઈઝર જયોતિ પવાર અને સ્વજીત ગાવિતે યોગદાન આપ્યું હતું.
–