
*ડાંગ LCBનો મોટો ધડાકો : દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો*
ઝાકિર ઝંકાર : આહવા તા. ૧૧
ડાંગ જિલ્લા LCB પોલીસએ મોટી કાર્યવાહી કરતા સાપુતારા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના દોઢ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી લાલજીભાઈ શિવાજીભાઈ નટને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કાબ્જા ગામથી ઝડપી લીધો. આરોપી સાથે તેના સાગરીત સુદર્શન ઉર્ફે સુરેશ ચંદુભાઈ ચામઠાની પણ ધરપકડ કરવામાં આવી છે.
બન્ને આરોપીઓ પાસેથી મોબાઇલ તથા રોકડ રકમ મળી કુલ રૂ. 28,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓએ ડાંગ ઉપરાંત પાટણ અને ગાંધીનગર જિલ્લામાં પણ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી છે. આગળની કાર્યવાહી માટે બંનેને સાપુતારા પોલીસને સોંપવામાં આવ્યા છે.