

*સાપુતારા ખાતે ડાંગ પ્રીમિયર લીગ (DPL) કબડ્ડી ટૂર્નામેન્ટનું ઉત્સાહભેર ઉદ્ઘાટન*
ઝાકિર ઝંકાર આહવા
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજિત *ડાંગ પ્રીમિયર લીગ (DPL) કબડ્ડી ટૂર્નામેન્ટ*નું ભવ્ય અને ઉત્સાહસભર વાતાવરણમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન ડાંગ જિલ્લાના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડક સાહેબ **શ્રી વિજયભાઈ પટેલ**ના કરકમળે કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ખેલાડીઓ અને દર્શકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે મહેમાનો દ્વારા ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જણાવાયું હતું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતી સીમિત નથી, પરંતુ રમતગમત દ્વારા શિસ્ત, સંયમ, સંઘભાવના તથા આત્મવિશ્વાસ જેવા ગુણોનો પણ વિકાસ થાય છે. ખાસ કરીને કબડ્ડી જેવી પરંપરાગત ભારતીય રમત યુવાનોમાં સંસ્કાર, ટીમભાવના અને સંઘર્ષ કરવાની શક્તિ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના ભાજપના પાર્ટી પ્રમુખ **શ્રી કિશોરભાઈ ગાવીત**, **શ્રી સુભાષભાઈ ગાઈન** સહિત અન્ય પદાધિકારીઓ તથા હોદ્દેદારો હાજર રહી ખેલાડીઓ અને આયોજકોને પ્રોત્સાહન આપ્યું હતું.