

*ડાંગ જિલ્લા માહિતી કચેરીના સિનિયર ક્લાર્કને અપાયુ વિદાયમાન*
–
ઝાકિર ઝંકાર
આહવા: તા: ૧૯:
રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકની, માહિતી કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરના તાબા હેઠળની, ડાંગ જિલ્લા માહિતી કચેરી, આહવાના સિનિયર ક્લાર્ક સુશ્રી ઉર્વિ વિજય ભાવસારને ભાવભર્યું વિદાયમાન અપાયુ હતુ.
ગત તા.૧૬મી ઓક્ટોબરે જ નિયુક્ત થયેલા સુશ્રી ભાવસારને ભારત સરકારની ICAR-Directorate of Medicinal and Aromatic Plants Research, Boriavi, Anand, Gujarat, India કચેરી ખાતે સીધી ભરતીથી નિમણુંક મળતા તેમને માહિતી ખાતાની સેવામાંથી મુક્ત કરાયા હતા.
ખૂબ જ ટૂંકાગાળામાં પોતાના મળતાવડા સ્વભાવને કારણે કચેરીના સૌ કર્મચારીઓમાં પ્રિય થઈ ગયેલા સુશ્રી ઉર્વિ ભાવસારને, તેમની ઉચ્ચ કારકિર્દી અને ઉજ્જ્વળ ભાવિની શુભકામનાઓ સાથે સૌએ ભારે હૃદયે વિદાય આપી હતી.
આ વેળા પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુક્ત માહિતી નિયામક શ્રી અરવિંદ મછારે દુરવાણીથી, નવયુવાન કર્મચારીની સરકારી સેવાઓ માટેની ધગશ અને નિષ્ઠાને બિરદાવી હતી. તો ડાંગના સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારે સુશ્રી ભાવસારમાં રહેલી પ્રતિભા તેની ઉચ્ચ ભાવિ કારકિર્દી માટે અણમોલ બની રહેશે તેવા સુભાષિશ પાઠવ્યા હતા.
આહવા ખાતે યોજાયેલા પોતાના વિદાય સમારંભનો પ્રતિભાવ વ્યક્ત કરતા સુશ્રી ઉર્વિ ભાવસારે, ડાંગના સૌ સાથી કર્મચારી, અધિકારીશ્રીઓના પારિવારિક અને સૌજન્યપૂર્ણ વ્યવહાર માટે સૌ પ્રત્યે કૃતઘ્નતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
આ વિદાય સમારંભમાં કચેરીના તમામ કર્મયોગીઓએ ઉપસ્થિત રહી, ઉર્વિ ભાવસારને શાલ, શ્રીફળ, સાકર, તથા પુષ્પગુચ્છ અર્પી, ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, સુશ્રી ઉર્વિ ભાવસાર માહિતી ખાતામાં માત્ર ૯૬ દિવસની સેવા બજાવી સૌના પ્રીતિપાત્ર બન્યા હતા. જેમને દક્ષિણ ગુજરાતની સુરત સ્થિત પ્રાદેશિક કચેરી સહિત આસપાસની જિલ્લા કચેરીઓ, અને છેક વડી કચેરીના કર્મચારી, અધિકારીશ્રીઓએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
–