

લાખાપર સહિત માતાનામઢ વિસ્તારમાં કડાકા ગુલાબી ઠંડીનો કહેર
લાખાપર | માતાનામઢ:
કમોસમી વરસાદ બાદ લાખાપર સહિત માતાનામઢના સમગ્ર વિસ્તારમાં અચાનક ગુલાબી હિમ જેવી કડાકા ઠંડી અનુભવાઈ રહી છે. વહેલી સવારથી જ ઠંડા પવન સાથે વાતાવરણમાં ભારે ઠંડક છવાતા લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા છે.
ઠંડીનો પ્રભાવ એટલો ગંભીર છે કે લોકો ફરીથી ગરમ કપડાં, સ્વેટર, કબલ અને તાપણીનો સહારો લેતા થયા છે. રાત્રિના સમયે તાપમાનમાં થયેલા તીવ્ર ઘટાડાના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે.
ઠંડીની ગંભીર અસર પશુઓ પર પણ જોવા મળી રહી છે. ગત રાત્રે એક નિરાધાર કુતરાનું બચ્ચું કડાકા ઠંડીમાં સુકાઈ જવાની કરુણ ઘટના સામે આવી છે, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
આ પરિસ્થિતિમાં ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નિરાધાર પશુઓ માટે તાત્કાલિક સાવચેતી અને રાહત વ્યવસ્થાઓ જરૂરી બની છે. સ્થાનિક તંત્ર અને સેવાભાવી સંસ્થાઓએ ગરમ કપડાં તથા આશ્રયની વ્યવસ્થા કરવા માટે આગળ આવવાની માંગ ઉઠી છે.
રિપોર્ટ: આદમ નોતિયાર