

*ડાંગ જિલ્લામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણ શરૂ કરાયું :*
–
*તા.૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન વઘઇ તાલુકામા હાથ ધરાનાર સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ :*
–
*ધારાસભ્યશ્રીએ સ્વયં ગોળી ગળી તાલુકાના તમામ લક્ષિત લાભાર્થીઓને ગોળી ગળવાની કરી અપીલ:*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૦
ડાંગ જિલ્લામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણના કાર્યક્રમની શરૂઆત કરાવતા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, સ્વયં ગોળી ગળી તાલુકાના તમામ લક્ષિત લાભાર્થીઓને ગોળી ગળવાની અપીલ કરી હતી.
તા.૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન વઘઇ તાલુકામા હાથ ધરાયેલા સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે, હાથિપગાને દેશવટો આપવાના કાર્યમાં સૌને સહયોગી થવાનો પણ આ વેળા અનુરોધ કર્યો હતો.
એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવ્યા છે. જે કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ૯૭ ગામોના કુલ ૮૩૯૩૬ લોકોને આવરી લેવામા આવ્યા છે. આરોગ્યકર્મીઓ દ્વારા કુલ ૧૧૧૯ ટીમ, ૨૨ સુપરવાઇઝર ની દેખરેખ હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વે કરીને “ડોટ પધ્ધતી” મુજબ રૂબરૂમા દરેક DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામા આવશે.
આ દરમિયાન આરોગ્યકર્મીઓ દ્વારા “ડોટ પધ્ધતી” મુજબ રૂબરૂમા દરેક DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામા આવશે. ફાઇલેરિયા મુક્ત ભાવી પેઢી માટે આ દવા લેવી ખૂબ જરૂરી છે. ત્યારે કોઈ પણ પ્રકારની આડઅસર ન ધરાવતી આ દવા લઈ, સૌ હાથીપગાથી મુક્ત ભાવી પેઢી બનાવવા માટે કટીબધ્ધ બને તે જરૂરી છે.
આ કાર્યક્રમને સફળ બનાવવાના ભાગરૂપે, પ્રજાજનોમાં તેનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય તે માટે, જનપ્રતિનિધી તરીકે ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે, વઘઇ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને પ્રેરણા પુરી પાડી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી મયનાબેન બાગુલ, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામિત, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડી.સ્વાતિ પટેલ, તબીબી અધિકારીઓ તથા આરોગ્યની ટિમ ઉપસ્થિત રહી હતી.
–