

*ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૦
ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે ૧૦ ફેબ્રુઆરી ના રોજ “વિશ્વ કઠોળ દિવસ” (World Pulses Day)ની ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા કઠોળ વર્ગના પાકો નું મહત્વ અને કઠોળ વર્ગના પાકોથી મળતા પોષક તત્વો વિષે ખેડૂતમિત્રોને સમજાવવામાં આવ્યું હતું. તેમજ વધુ માં વધુ ખેડૂતો કઠોળ વર્ગના પાકો નું વાવેતર કરે અને સારું ઉત્પાદન મેળવે તે માટે આગ્રહ કરવામાં આવ્યો હતો.
ડાંગમાં થતા કઠોળ પાક જેવા કે તુવેર, ચણા, વટાણા, અડદ વગેરેની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશ્વ કઠોળ દિવસ નિમિત્તે ખેડૂતોને સમજાવવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન કઠોળ વર્ગના પાક સંબંધિત ફિલ્મ શો તથા ફોલ્ડરની વહેંચણી કરીને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૫ થી વધુ મહિલા તથા પુરુષ ખેડૂતોએ ભાગ લીધો હતો.
–