*મોટી બાંડીબાર માં વિરાટ હિન્દુ સમ્મેલન અને માતૃપિતૃ પૂજન દિવસ ઉજવાયો*
આજરોજ તારીખ ૧૪/૨/૨૦૨૬ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે હિન્દુ સંમેલન સમિતિ મોટી બાંડીબાર મંડળ તેમજ યોગ વેદાંત સેવા સમિતિ મોટી બાંડીબાર દ્વારા વિરાટ હિન્દુ સમ્મેલન તથા માતૃપિતૃ પૂજનનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી બાંડીબાર મંડળ માં સમાવિષ્ટ
મોટી બાંડીબાર. નાનીબાંડીબાર.દેગાવાડા.વડેલા.
લુખાવાડા ગામના આગેવાનો વડીલો ગ્રામજનો અને મોટી સંખ્યામાં શાળાના બાળકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી દિનેશ ભાઈ ડોડીયા
(વિભાગ પ્રચારક)
શ્રી રણવીરસિંહ બારીયા
(વિભાગ સહકાર્યવાહ)
શ્રી ગજાનંદ મહારાજ
શ્રીમતી કિંજલબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ વિરાટ સંમેલન માં હિન્દુ સંસ્કૃતિ ના મૂલ્યો પરંપરા ધર્મ અને રાષ્ટ્ર ભાવનાને મજબૂત કરવા માટે આજના સમય ની સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક પડકારોને ધ્યાનમાં રાખી હિન્દુ સમાજને એક મંચ પર એકત્રિત કરવાના પ્રયાસના ભાગરૂપે આ વિરાટ હિન્દુ સંમેલન આજરોજ યોજવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મ સંસ્કૃતિ સંસ્કાર અને રાષ્ટ્રની સુરક્ષા અંગે પ્રેરણાદાય વિચાર રજૂ કરવામાં આવ્યા હતાત્યારે બાદ માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો અને સંત શ્રી આશારામજી બાપુ દ્વારા પંચમહાલ. દાહોદ અને મહીસાગર જિલ્લાના ઊંડાણ ના વિસ્તારો માં ધર્માંતરણ અને વટાળવૃત્તિ અટકે તેમજ હિન્દુ ધર્મના બહોળા પ્રચાર માટે ગૌ ગંગા ગુરુ અને ગીતા ભાગવતના સુપ્રચાર માટે સનાતન ધર્મ પ્રચાર *જ્ઞાનગંગા રથ* સંત શ્રી આશારામજી બાપુ દ્વારા મોકલવામાં આવેલ જેનો શુભારંભ વિરાટ હિન્દુ ધર્મ સંમેલનમાં પધારેલ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યો હતો તેમજ સંત શ્રી આશારામજી આશ્રમ ત્રિવેણી સંગમ ખાતે શ્રી ઓમકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોવર્ધન ગૌશાળાનું નિર્માણ કરવામાં આવેલ છે જેમાં 108 ગાયો રાખવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી દેશી ઢોલ લઈને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની આગવી શૈલીમાં નાચ ગાન પણ કર્યું હતું. એમ આ કાર્યક્રમ બહુ જ ધામધૂમથી મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી લોકોને ઉપસ્થિતિમાં આજનો વિરાટ હિંદુ સંમેલન તથા માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવાયો હતો કાર્યક્રમના અંતે આયોજકો તરફથી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
*હસમુખ પ્રજાપતી*