

ધ્રાંગધ્રામાં રૂપિયા 2.17 કરોડથી વધુના દારૂનો નાશ
પોલીસ દ્વારા જપ્ત કરાયેલા જથ્થા પર રોડ રોલર ફેરવાયું
ધ્રાંગધ્રા સિટી અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાં જુદા જુદા ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂપિયા 2.17 કરોડથી વધુના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ દ્વારા વિવિધ દરોડા અને કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા આ દારૂના જથ્થા પર અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવીને નાશ કરાયો હતો. સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે અને નિયમો અનુસાર હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી ઇશિતા મેર, ડી.વાય.એસ.પી. જે.ડી. પુરોહિત, ધ્રાંગધ્રા સિટી પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાટ અને તાલુકા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી.ચુડાસમા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે જપ્ત કરવામાં આવતા મુદ્દામાલનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવતો હોય છે. આ કાર્યવાહી પણ તે જ પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી હતી.
રિપોર્ટ જયેશભાઇ મોરી