જાફરાબાદ ની પીજીવીસી એલ ની કચેરીમાં સ્ટાફ ની ધટ છે અને તંત્ર અધિકારી ની બદલી કરીને લોકોને હેરાનગતિ.
જાફરાબાદના pgvcl કચેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાફની ઘટ છે ત્યારે સરકારી તંત્ર દ્વારા સ્ટાફની નવી ભરતી કરવી એતો પછીની વાત છે પરંતુ જાફરાબાદના નિષ્ઠાવાન નાયબ ઇજનેરની બદલી અન્ય જગ્યાએ કરીને હવે લોકોને વિજ સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે,
જાફરાબાદ pgvcl માં ઘણા વર્ષોથી સ્ટાફ ઓછો છે અને જે છે એ દર વર્ષે બદલી કરી ને, પોતાના વતનમા જતા રહે છે અને તેની ભરતી નથી થતી જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે સાથે અનેક વીજ સમસ્યાઓ સામનો પણ કરવો પડે છે
હાલ ચોમાસું ચાલી રહ્યું છે અનેક જગ્યાએ વિજ ફોલ્ટ થતાં હોય છે અને લોકો ને pgvcl માં સ્ટાફ પુરતો ન હોવાથી હેરાન થાવું પડે શું હવે pgvcl , નવી ભરતી કરશે કે પછી નવા ઈજનેર ની ભરતી જોવા નું રહ્યું
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ