
*આહવા APMCમાં સુરેશભાઈ ચૌધરી બીજી ટર્મ માટે બિનહરીફ અધ્યક્ષ, સુરેન્દ્રભાઈ ભોંયે ઉપાધ્યક્ષ બન્યા*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર : આહવા ડાંગ*:
ડાંગ જિલ્લાના વઘઈ સ્થિત શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં તા. 9 જુલાઈ, 2026ના રોજ નવી કારોબારીની ચૂંટણી યોજાઈ હતી. જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ડાંગ–આહવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની પેનલમાંથી સભાપતિ પદ માટે સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરી અને ઉપસભાપતિ પદ માટે સુરેન્દ્રભાઈ ભોંયે દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.
અન્ય કોઈ ઉમેદવારી નોંધાઈ ન હોવાથી નાયબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર તેમજ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બંને ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. સુરેશભાઈ ચૌધરી બીજી ટર્મ માટે અઢી વર્ષ અથવા આગામી ચૂંટણી યોજાય ત્યાં સુધી સભાપતિ તરીકે ફરજ બજાવશે.
ચૂંટાયા બાદ સુરેશભાઈએ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ, ડાંગ જિલ્લાના પ્રભારી રાજેશ દેસાઈ, જિલ્લા પ્રમુખ કિશોરભાઈ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો તેમજ APMCના તમામ ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પક્ષ દ્વારા સમયાંતરે સોંપાયેલી જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કર્યો છે અને નવી જવાબદારી પણ સમર્પણભાવથી નિભાવશે.